← Back to list

નહેરુ અને ગ્વાદર બંદર નું બ્લન્ડર!

છેલ્લા થોડા સમયથી ભારતની વિદેશ નીતિ સંદર્ભે કેટલાક શબ્દો આપણે વારંવાર સાંભળ્યા — કાશ્મીર, પાકિસ્તાન, સિંધુ જળ સંધિ, બલોચિસ્તાન. આ સ્વતંત્ર…

Chintan Patel · 2025-05-16 16:13 · 0 claps · 4.0 min read
#nehru #gwadar-port #history-of-india #gujarati
Open on Medium ↗

નહેરુ અને ગ્વાદર બંદર નું બ્લન્ડર !

છેલ્લા થોડા સમયથી ભારતની વિદેશ નીતિ સંદર્ભે કેટલાક શબ્દો આપણે વારંવાર સાંભળ્યા — કાશ્મીર, પાકિસ્તાન, સિંધુ જળ સંધિ, બલોચિસ્તાન. આ સ્વતંત્ર ભારતની પહેલી સરકારની નિર્બળ વિદેશનીતિ અને દૂરદ્રષ્ટિ વિહીન નેતૃત્વ ના પડઘા છે જે આજે પણ નિર્દોષ ભારતીયો ને કાશ્મીરમાં આતંકવાદીઓ ની રાયફલોમાં થી સંભળાય છે!

સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન અને વિદેશમંત્રી પંડિત જવાહરલાલ નહેરુના સમયગાળામાં લીધેલા કેટલાક નિર્ણયો આજે પણ ભારત માટે કાયમી સમસ્યાઓ બનીને ઊભા છે. આજે વાત માત્ર કાશ્મીરની નથી કરવી — જ્યાં એક સંપૂર્ણ રાજ્યને કાયમી આંતરરાષ્ટ્રીય વિવાદ નો મુદ્દો બનાવવામાં આવ્યું. વાત સિંધુ જળ સંધિ જેવી સેન્સલેસ સંધિની પણ નથી કરવી- જ્યાં નહેરૂએ “ગ્લોબલ સ્ટેટ્સમેન” દેખાવની લ્હાયમાં ભારતની નદીઓ પર ભારતનો જ અધિકાર જતો કરીને આપણી જમીન પચાવી ને બેઠેલા દુશ્મન દેશ ને આપી દીધો!

આજે વાત કરવી છે બલોચિસ્તાનની દક્ષિણમાં આવેલા અતિમહત્વના ગ્વાદર પોર્ટ ની. ગ્વાદર આજે ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનીશિએટિવ (BRI) ના ફ્લેગશીપ પ્રોજેક્ટ CPEC (China–Pakistan Economic Corridor) ના કેન્દ્રબિંદુ તરીકે પ્રખ્યાત છે. CPEC ચીનને એના શીનઝિયાંગ પ્રાંત થી છેક અરેબિયન સાગર સુધી ઍક્સેસ આપે છે. આ પોર્ટ ચીન માટે સ્ટ્રેટેજિકલી ખૂબ મહત્વનો છે. ગ્વાદર મધ્ય પૂર્વના દેશો થી ઘણું નજીક હોવાથી ત્યાંથી ચીન જતાં ઓઇલ માટે સીધો અને સસ્તો રસ્તો પૂરો પાડે છે. ગ્વાદર પોર્ટ નું ચીન માટે મહત્વ કેટલું હશે એનો અંદાજો એ વાત ઉપરથી લગાવી શકાય કે- CPEC એ ચીન બહાર કરેલું ચીનનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ છે! જો કે આ લેખ નો મુદ્દો ભારત-ચીન નથી પણ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી છે.

વિચારી જુઓ કે જો ગ્વાદર પોર્ટ પાકિસ્તાન ની નહીં પણ ભારત ની માલિકી હોત તો? શું તમે જાણો છો કે ગ્વાદર પોર્ટ ભારત-પાકિસ્તાન ના ભાગલા વખતે માત્ર પાકિસ્તાન ના ભૌગોલિક ક્ષેત્ર માં હતો પણ પાકિસ્તાન ની માલિકીનો નહોતો!

આપ ક્રોનોલૉજી સમજીએ :

▶︎ 1784 — ઓમાન ની ગાદી માટે લડીને નાકામ રહેલો રાજકુમાર સુલતાન બિન એહમદ ઓમાન થી ભાગી ગ્વાદર પોર્ટ આવે છે. ગ્વાદર ના શાસક કલાત (બલોચિસ્તાન નો એક પ્રાંત) ના ખાન નાસર તેને શરણ આપે છે અને એના ખર્ચ માટે ગ્વાદર પોર્ટ ની અડધી આવક અને પોર્ટ પોતાના યુદ્ધ માટે ઉપયોગ કરવાની પરમિશન પણ આપે છે, એવી આશા એ કે જ્યારે એ ઓમાન નો સુલતાન બને ત્યારે પોતાને મદદ કરે.

▶︎ 1792- અહમદ ઓમાન નો સુલતાન તો બન્યો પણ ગ્વાદર પોર્ટ કલાત ના ખાન ને પરત કરવાને બદલે એ વિસ્તાર ને કાયદેસર ઓમાન નો ભાગ બનાવી લીધો

▶︎ 1863 થી 1905 — આ ગાળા માં ભારતીય ઉપખંડ માં બ્રિટિશ રાજ હતું, તેમણે ગ્વાદર પોર્ટ ખરીદવા માટે ઓમાન ના સુલતાન ને ઓફર કરી પણ ખરીદી ન શક્યા આ દરમ્યાન કલાત ના ખાન પોર્ટ પાછો લેવા પ્રયાસ કરતા રહ્યા

▶︎ 1910 -1947 : બર્મા ઓઇલ કંપની એ ત્યાં તેલ ના કૂવા હોવાની શક્યતાઓ બતાવી, આ કારણે એ વિસ્તાર નું મહત્વ કલાત અને બ્રિટિશર્સ બંને માટે વધ્યું પણ ઓમાન નો સુલતાન જે શરતો એ વેચવા માંગતો હતો એ અંગ્રેજો ને મંજૂર ના હતી

▶︎ 1948: પાકિસ્તાન બન્યા બાદ જિન્નાહે આક્રમણ કરીને બલોચિસ્તાન ઉપર જબરદસ્તી અને ગેરકાયદેસર કબજો તો કરી લીધો પણ મકરાન વિસ્તારમાં આવેલી દરિયાઈ પટ્ટી ઉપર પાકિસ્તાન હક ન જમાવી શક્યું. કારણ કે એ પટ્ટી કે ગ્વાદર પોર્ટ જેનો એક ભાગ હતું, એ જમીન નો માલિક હજી ઓમાન નો સુલતાન હતો. પાકિસ્તાને ઓમાન ના સુલતાન સાથે મંત્રણાઓ ચાલુ કરી પણ સુલતાને બ્રિટિશર્સ ને વચ્ચે રાખ્યા વગર વાત કરવાની ના પાડી, આમ વાટાઘાટો વર્ષો સુધી ચાલતી રહી!

આમ બ્રિટિશર્સ ના ગયા બાદ મધ્યપૂર્વ માં સ્ટ્રેટેજિક રીતે અતિમહત્વના અને કુદરતી સંપદા થી ભરપૂર એવા ગ્વાદર પોર્ટ માટે પાકિસ્તાન સાથે હજી વાટાઘાટો ચાલટી હોવા છતાં 1956 આસપાસ ઓમાન ના સુલતાને ભારત ને ગ્વાદર પોર્ટ અને આસપાસ નો વિસ્તાર વેચવાની ઓફર કરી.

કિંમત મૂકી એક મિલિયન પાઉન્ડ (દસ લાખ પાઉન્ડ). 1956 થી 2025 સુધી નું ઇનફલેશન એડજસ્ટ કરતાં આ કિમત 32 મિલિયન પાઉન્ડ (લગભગ ૬૦ મિલિયન ડોલર્સ) જેટલી થાય. માત્ર સરખામણી ખાતર જોઈએ તો આજે ચીને કોઈપણ માલિકી હક વગર ગ્વાદર પોર્ટ ઉપર ૬૦ બિલિયન ડોલર્સ ખર્ચ્યા છે!

ભારત સરકાર ના નેશનલ સિક્યુરિટી એડવાઇઝરી બોર્ડના મેમ્બર રહી ચૂકેલા પ્રમિત પાલ ચૌધરી અને ભારતીય સેનાના બ્રિગેડિયર ગુરમીત કંવલના જણાવ્યા મુજબ નહેરુજી એ પોતાના અંગત વર્તુળ માં ચર્ચા કરીને પાકિસ્તાન “નારાજ” ના થઈ જાય એ ડર થી આ ઓફર નો અસ્વીકાર કર્યો!!! જો કે આ નિર્ણય કેમ લેવાયો એ ચર્ચાઓ ના ઓફિશિયલ દસ્તાવેજો હજી ડીક્લાસીફાય ના થયા હોવાથી પબ્લિકલી અવેલેબલ નથી માટે આ કારણ સાચું ના પણ હોય.

છેવટે ૧૯૫૮ માં ઓમાન સુલતાને પાકિસ્તાન ને ગ્વાદર પોર્ટ ૩ મિલિયન પાઉન્ડ રોકડ અને એ જમીન માં થી નીકળતા તેલ ઉપર થતી આવકમાં ૨૫ વર્ષ સુધી ભાગ આપવાની શરતો એ વેચી દીધો!

હવે જરા વિચાર કરો,

૧૯૪૭ માં જ યુદ્ધ કરી આપણી ૧૩૦૦૦ સ્ક્વેર કિમી જમીન પચાવી પાડીને બેઠેલા દુશ્મન દેશમાં માત્ર દસ જ વર્ષમાં આટલી મહત્વની જગ્યા યુદ્ધ કર્યા વગર ‘વેચાતી’ મળતી હોય ત્યારે માત્ર મોટાભા બનવા અને દુશ્મન દેશ ને ખોટું ન લાગી જાય એ બીકે આવી અમૂલ્ય તક જતી કરે એ “સ્ટેટ્સમેન” અને ગ્વાદર થી માત્ર ૮૦ કિમી દૂર બીજા એક મુસ્લિમ દેશ ઈરાન ના ચાબહાર પોર્ટ ઉપર ભારતનું વર્ચસ્વ જમાવનાર દૂરદૃષ્ટા વિઝનરી પ્રધાનમંત્રીને જ્યારે ગુલામો “નહેરુ હોના આસાન નહીં” ના ટોણા મારે ત્યારે સાલું લાગી આવે!

નહેરુ બચાવમાં ઉતરી આવતી લેફ્ટીસ્ટ ઈન્ટેલેક્ચ્યુઅલ લોબી ના કહેવા મુજબ ભારત નવો નવો દેશ હતો, ત્યાં કોઈ લેન્ડ એક્સેસ વગર પોર્ટ લીધો હોત તો પણ આપણે એ સાચવી ના શક્યા હોત! અરે ટણપાઓ, જો થોડી દૂરદ્રષ્ટિ અને વર્તમાન નેતૃત્વ જેવી મજબૂત પોલિટિકલ વીલ હોત તો ઘણી શક્યતાઓ બની શકત —

  1. બલોચ લોકો સાથે મળી ભારત અને બલોચિસ્તાન બંને નું હિત જળવાય એમ પોર્ટ ઓપરેટ થઈ શક
  2. જેમ ભારતના સામાજિક અને રાજકીય જીવનમાં ૧૯૪૭ થી પાકી ઇન્ફ્લ્યુન્સ છે એવો ઇન્ફ્લ્યુઅન્સ બલોચ આર્મી ની મદદથી આપણે પણ પાકિસ્તાન માં વર્ષો પહેલા જ ઉભો કરી શકયા હોત
  3. પાકિસ્તાની ધરતી ના એક ટુકડા પર આપણી માલિકી હોત તો એની રક્ષા કરવા ત્યાં પરમેનેન્ટ નેવલ અને આર્મી બેઝ બનાવી શકાત, વિચારો અત્યારે પાકિસ્તાન ની હાલત કેવી હોત?

પણ માત્ર એક નાર્સિસિસ્ટ નેતા ની “વર્લ્ડ લીડર” બનવાની ઘેલછા ને લીધે આ બધું માત્ર જો અને તો નો જ વિષય બની ને રહી ગયું!

કહેવાવાળા સાચું કહે છે, નહેરુ હોના આસાન નહીં હૈ !


메타데이터
post_id
03e2ff500b46
slug
નહેરુ-અને-ગ્વાદર-બંદર-નું-બ્લન્ડર-03e2ff500b46
url
https://medium.com/@ctpatel1010/%E0%AA%A8%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AB%81-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0-%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%B0-03e2ff500b46
canonical_url
https://medium.com/@ctpatel1010/%E0%AA%A8%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AB%81-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0-%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%B0-03e2ff500b46
author_url
https://medium.com/@ctpatel1010
status
ok
fetched_at
2026-08-16 14:54:38