← Back to list

સૂર્યનગરી થી વ્યાપી...

Jay Thakor · 2026-02-16 15:52 · 0 claps · 0.4 min read
#philosophy #spirituality #art #poetry #tapi
Open on Medium ↗
Wiki topics: PHI · Philosophy LIT · Literature & Writing CUL · Culture & Media HUM · Humanities · General ✍️ · Writing & Creative 🧘 · Spirituality

સૂર્યનગરી થી વ્યાપી... ખુબ જ લાંબો રસ્તો કાપી... સ્વર્ગ-ઉત્સર્ગ નિસર્ગ વહાવી... રોગ-દોષ ને ગર્ભ માં સમાવી... અવિરત ખળ-ખળ અમૃત છલકાવી, લહેરાતી એ વેરાતી છે જાય પ્રસરતી વૈરાગી... પશુ-પક્ષી વૃક્ષ કે હોય માનવી, સૌ કોઈ ને આ સમાન માનતી... રગ-રગ માં વસ્તી, ધગ ધગ છે ધબકતી ધન્ય ધરા પર સ્વર્ગ ની ધારા...

જંગમ જમીન કરે હરિયાળી... જ્યાં પ્રસરે ત્યાં હોય ખુશાલી...

પૂછે જો કોઈ નામ તો એનું... જો પૂછે કોઈ નામ તો કેહજો... સૂર્યનગરી થી વાપી... અનંત વિશાળ દયાળ કૃપાળ, માયાળ વિકરાળ એ મારી "તાપી"

તાપી નદી સાથે મારો પ્રેમ દરિયા જેટલો ઊંડો છે... તળાવ જેટલો છીછરો નથી વહાલા કે કોઈ તળિયું કાઢી જાય...

-આતશ- (જય રાજેશ ઠાકર )


메타데이터
post_id
2b493b645bb4
slug
સૂર્યનગરી-થી-વ્યાપી-2b493b645bb4
url
https://medium.com/@jayrthakor/%E0%AA%B8%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80-2b493b645bb4
canonical_url
https://medium.com/@jayrthakor/%E0%AA%B8%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80-2b493b645bb4
author_url
https://medium.com/@jayrthakor
status
ok
fetched_at
2026-06-28 04:42:08