SMILE PLEASE!
By LMHT Baroda-1
SMILE PLEASE!
By LMHT Baroda-1
અરે અરે… અમને ખબર છે કે સ્માઈલ પ્લીઝ સાંભળતા જ તમારા મોઢા પર સરસ મજાની સ્માઈલ આવી ગઈ હશે. પણ શું ક્યારેય વિચાર્યું છે, કે ફોટો માટે તો આપણા ચહેરા પર તરત સ્માઈલ આવી જ જાય છે પણ કેમેરા વગર રીયલ લાઈફમાં મોઢા પર સ્માઈલ એટલી જલ્દી નથી આવતી…
સ્માઈલ એ એક અમુલ્ય ભેટ છે જે તમે પોતાને અને તમારા આજુબાજુવાળાને આપી શકો છો. તો હવે તમે જયારે નેક્સ્ટ ટાઈમ ફોટો પડાવો તો તમારી સ્માઈલ એ ક્ષણ પુરતી સીમિત ના રાખતા, અને તમારા જીવનનો એવો ભાગ બનાવજો જે તમારાથી ક્યારેય અળગો ના રહે.
આ અઠવાડિયે આવી જ એક અનેરી દ્રષ્ટી સાથે બાળકો નીકળ્યા હતા કાયમી “સ્માઈલ” શોધવા અને આવી જ “સ્માઈલ” વહેંચવા !
તમને થશે આ વળી સ્માઈલ વહેચાય કેવી રીતે? તો ચાલો તમને કહું..
આ પ્રોજેક્ટને પાર પાડવા બાળકોએ તેમના ટાસ્કને ત્રણ ભાગમાં વહેંચ્યો હતો.
- “પોતાની” સ્માઈલની શોધ: આમાં તેઓએ એવા લોકોના ફોટોઝ લીધા જેઓ આ નાના ભૂલકાઓના ચહેરા પર સ્માઈલ લાવે છે, એવા લોકો જે બાળકોના આનંદ માટે, સુખ માટે કંઇક કરે છે

Riddhi Jadav


Pal and Pakhi Garg and Margi Shah


Zia Gosai and Yug Thakur



Hemangi Makwana and Sanidhya Gohil and Suhan chauhan
- “બીજાની” સ્માઈલની શોધ: અહિયાં તેઓએ બીજાના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરીને એ સ્મિતને કેમેરામાં કેદ કરવાનું હતું. એટલે કે એવું કંઇક કરવાનું હતું જેનાથી સામાને સુખ પ્રાપ્ત થાય.


Shyama Atara and Kanishka Desai


Khush Mehta and Mohit Patel


Pearl Shah and Anjali Panchal


Trisha Chavda and Rutvi Shah


Dhriti Choksi and Manya Prajapati
- “કાયમી સ્માઈલ”ની શોધ: આ છેલ્લા ભાગમાં તેઓએ એ એવી વસ્તુઓ શોધવાની હતી જેનાથી હમેંશા આનંદ વધે છે, સુખ અને શાંતિ વધે છે. જેમાં આખા પરિવારે સાથે મળીને આરતી કરી, દાદા ભગવાનના અસીમ જય જયકાર કર્યા. કોઈને દુઃખ અપાઈ ગયું તો પ્રતિક્રમણ કરીને દિલને હળવું કર્યું.


Aashvi Soni and Sreyanshi rohit


Griva Patel and Prisha Patel


Shikha Ajmeri and Shailee and Hasya Patel


Monish Patni and Urvi Prajapati
અને હા, આ બધા જ ફોટો પાડતી વખતે તેઓએ ફોટોગ્રાફીના લાઈટના મહત્વને ધ્યાનમાં રાખીને પાડ્યા છે. જેમ દરેક ફૂડ ડીશમાં મીઠું આવશ્યક છે, એ જ રીતે દરેક ફોટો લાઈટ વગર અધૂરો છે. બાળકોએ દરેક ફોટો નેચરલ લાઈટમાં અને કરેક્ટ પ્લેસમેન્ટ સાથે લેવાનો પ્રયત્ન કર્યો છે.
અમને આશા છે કે તમે બાળકોના પ્રયત્નને અવકારશો તેમજ આ લીંકને ફેમીલી અને ફ્રેન્ડસ સાથે શેર કરશો!
메타데이터
- post_id
- 9dd6f6df7933
- slug
- smile-please-9dd6f6df7933
- url
- https://medium.com/@lmhtbarodateam/smile-please-9dd6f6df7933
- canonical_url
- https://medium.com/@lmhtbarodateam/smile-please-9dd6f6df7933
- author_url
- https://medium.com/@lmhtbarodateam
- status
- ok
- fetched_at
- 2026-07-28 01:54:09