PM Awas Yojana | પ્રધાનમંત્રી આવાસ યોજના 2024
PM Awas Yojana 2024: આ યોજના 2013 માં આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ એક યોજના છે. જે યોજના દ્વારા ઘણા…
PM Awas Yojana | પ્રધાનમંત્રી આવાસ યોજના 2024
PM Awas Yojana 2024: આ યોજના 2013 માં આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ એક યોજના છે. જે યોજના દ્વારા ઘણા નિરાધાર લોકો ને ઘર મળી શકે તેના માટે શરૂ કરવામાં આવેલ છે.આ યોજના દ્વારા ઘણા લોકોનું સપનું પણ પૂરું થયું છે .જો તમે પણ આ યોજના નો લાભ લેવા માંગતા હોય અંત સુધી બન્યા રહો.

PMAY યોજનાના ઉદ્દેશ્યો
PMAY યોજના ભારતના ગ્રામીણ અને શહેરી નાગરિકો ને સસ્તું અને સારું રહેઠાણ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે સારું કરવામાં આવી હતી .ભારત સરકારનો ઉદ્દેશ્ય આર્થિક રીતે જે લોકો નબળા હોય અને કાચા મકાન માં રેહતા હોય તેમને સારું રહેઠાણ મળી રહે તે માટે સારું કરવામાં આવેલ પ્રધાનમંત્રી ની એક યોજના છે.
•ખાનગી ક્ષેત્રના સહયોગથી તેવા મકાન બનાવવા
- PMAY હેઠળ CLSS અથવા ક્રેડિટ લિંકડ સબસીડી દ્વારા આર્થિક રીતે નબળા વર્ગો માટે પોસાય તેવા મકાનો પ્રદના કરવા
PMAY 2024 ઓફલાઈન માટે કેવી રીતે અરજી કરવી?
જો તમે આ યોજના નો લાભ લેવા માંગતા હોય અને ઓફલાઈન અરજી કરવા માંગતા હોય તો તમે તમારા નજીક ના કોઈ CSC ઓફિસ માં જઈ ને ફોર્મ ભરી ને ત્યાં જ જરુરી દસ્તાવેજો ત્યાંજ સબમિટ કરો.
પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 ઓનલાઈન અરજીની પ્રક્રિયા
સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લો.
સ્ટેપ 1 :ત્યાર બાદ તેમાં જઇને ‘Citizen Assessment’ પર ક્લિક કરો અને ઓનલાઇન અરજી કરવાનું ઓપ્શન સિલેક્ટ કરો. તેના તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે તમે તમારી મુજબ સિલેક્ટ કરો અને આગળ ની પ્રક્રિયા માં જાઓ.
Step 2:Citizen Assessment માં ક્લિક કર ને 3 ઘટકો હેઠલ લાભાર્થી માં ક્લિક કરો.
Step 3: હવે તમારા આધાર કાર્ડ ની વિગતો દાખલ કરો અને ચેક ઉપર ક્લિક કરી ને આગળ જાઓ.
Step 4: હવે ત્યારબાદ તમેં વેબસાઇટ ના આગળના પેજ ઉપર આવી જાઓ અને ત્યાં તમે વિગતવાર બધી વિગતો ધ્યાનપૂર્વક દાખલ કરો.
Step 5: હવે તમારે તમારું નામ અને તમારા મોબાઇલ નંબર અને અન્ય વ્યક્તિગત વિગતો જેવી કે બેંક ના ખાતાની વિગતો જેવી દાખલ કરો જે ખાતા માં તમારા ખાતા માં પૈસા આવશે તે ખાતા ની વિગતો નાખવી.
Step 6: બધી વિગતો ભર્યા પછી નીચે સ્ક્રોલ કરી ને આવો અને captcha દાખલ કરો . ત્યારબાદ તમારી બધી વિગતો જે ફોર્મ માં દાખલ કરી છે તે એક વાર ફરીથી ચેક કરી લો અને બધી વિગતો ચેક કર્યા પછી Save button ઉપર ક્લિક કરો.
આ તમારા ઓનલાઇન અરજી પ્રક્રિયા નું છેલ્લું પગલું હતું .હવે તમે તમારા ફોર્મ ભર્યા ની પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો.
ખાસ નોંધ :- જે પણ લોકો દ્વારા ફોર્મ ભરવામાં ભૂલ થય હોય તો તમે તેમાં સુધારા પણ કરી શકો છો . તેમાં તમે તમારા અરજી નો નંબર અને આધાર નંબર નો ઉપયોગ કરીને સુધારા કરી શકો છો.
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો
•ઓળખનો પુરાવો — જેના નામે ફોર્મ ભર્યું હોય તેનું આધારકાર્ડ/પાનકાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ/ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ સાઇઝ ફોટો
• રાષ્ટ્રીયતા ઓળખ પુરાવો(મતદાર કાર્ડ/આધાર કાર્ડ) -ઓરિજીનલ અને નકલ
•શ્રેણી નો પુરાવો(SC/ST/OBC/લઘુમતી)
•સરનામાં નો પુરાવો(આધાર કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ)-ઓરિજીનલ અને નકલ
•આવક નો દાખલો(પગાર કાપલી / નિમણુક પત્ર/પગાર પ્રમાણ પત્ર)- ઓરિજીનલ અને નકલ
•LIG/EWS આવક પ્રમાણપત્ર
•ફોર્મ 16/તાજેતરનું ઈનકમ ટેક્સ રિટર્ન
•છેલ્લા 6 મહિના નું બેંક સ્ટેટમેન્ટ
•હાઉસિંગ સોસાઈટી/ સક્ષમ અધિકારી પાસેથી NOC
- એક એવું એફીડેટ જેમાં કહેવામાં આવ્યું છે કે અરજદાર અથવા તેમના પરિવાર પાસે દેશમાં ક્યાંય પણ પાકું મકાન નથી.
પ્રધાનમંત્રી આવાસ યોજના ઓનલાઈન ફોર્મ ભરવા માટે નિયમો અને શરતો
ઓનલાઇન અરજી કરતી વખતે કય નિયમો નું ધ્યાન રાખવું તે ખાસ જાણી લ્યો.
PMAY ઓનલાઇન અરજી કરતી પેલા, તમે ફક્ત આર્થિક રીતે નબળા વર્ગ(EWS) અથવા ઓછી આવક જૂથ (LIG) માં આવતા લોકો જ ભરી શકે છે. એને જો અરજદાર ઓનલાઇન અરજી કરતા સમયે ફોર્મ ભરવામાં ખોટી માહિતી અથવા જરૂરી દસ્તાવેજો ખોટા આપવામાં આવ્યા હોય તો લોન રદ પણ થઇ શકે છે.અને આવા કિસ્સામાં કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે.અને આવક ના પૂરવામાં માં પણ જો કોઈ પ્રકાર ની માહિતી ખોટી જણાશે તો પણ લોન રદ થઇ શકે છે.
PMAY ના ફાયદા
•જો અરજદાર 20 વર્ષ સુધી મુદત માટે ઘર માટે લોન લેવા માગતા હોય તો વાર્ષિક વ્યાજ 6.50% ના સબસિડી દરે આપવામાં આવે છે.
•MIG (મધ્ય આવક જૂથ) માટે મકાનો બાંધવા માટે લોન પર વ્યાજ સબસિડી પૂરી પાડવામાં આવશે.
•EWS (આર્થિક રીતે નબળા વિભાગ)/લોગ(નિમ્ન આવક જૂથ)તમે હાલ માં જે ઘર માં રહેતા હોય તોયે ઘરે માં ઓરડા , રસોડા વગર ઉમેરવા માટે લેવામાં આવતી હોમ લોન પર પણ વ્યાજ સબસીડી આપવામાં આવશે.
•આ યોજના દ્વારા દેશના લગભગ તમામ વિસ્તારો ને આવરી લેવામાં આવ્યા છે.જેમાં 4041 શહેરો નો સમાવેશ કરવામાં આવેલ છે .અને તેમાં 500 પ્રથમ વર્ગ ના શહેરો ને અગ્ર સ્થાન આપવામાં આવેલ છે.
- અરજદાર ને શૌચાલય, પીવાનું પાણી, વીજળી, સફાઈ ખાધ પદાર્થ, ધૂમ્રહિન બળતણ જેવી સંપૂર્ણ સુવિધા સાથે કામ કરવા માટે આ યોજના ને અન્ય યોજનાઓ સાથે પણ જોડવામાં આવી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના ને બે ભાગ માં વહેચવામાં આવેલ છે.એક ગ્રામીણ અને બીજી શહેરી યોજના
આ યોજના ના મુખ્ય 2 પ્રકાર પાડવામાં આવેલ છે. એક શહેરી યોજના અને બીજી ગ્રામીણ યોજના .જેના માટે તમારે ગ્રામીણ અને શહેરી લોકો માટે અલગ અલગ વેબસાઇટ ઉપર જઈને અરજી કરવાની રહેશે.જે વેબસાઇટ ઉપર ના કોષ્ટક માં આપેલ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G)
આ યોજના નું નામ પેહલા ઇન્દિરા આવાસ યોજના રાખવામાં આવેલ હતું પણ તેને માર્ચ 2016 માં બદલી નાખવામાં આવ્યું.
આ યોજનાની ઉદ્દેશ્ય છે કે ગામડા માં રહેતા નિરાધાર ઘર વગરના લોકો અથવા હે લોકો કાચા મકાન માં રહે છે તેમને પાક્કા મકાનો ના નિર્માણ માં મદદ કરવામાં માટે આર્થિક સહાય પૂરી પાડવી. ભારત સરકાર દ્વારા બધા રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રો માં 1,03,01,107 મકાનો ને મંજૂરી આપવામાં આવી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G) ફાયદા અને વિશેષતા
• આ ગ્રામીણ યોજના દિલ્હી અને ચંદીગઢ સિવાય ભારત માં તમામ રાજ્યો ના લોકો લાભ લઈ શકે છે.
• ભારત સરકારે આ યોજના માટે ₹ 81,975 કરોડ નું બજેટ જાહેર કર્યું છે.
- આ યોજના નું હેતુ 2024 સુધી માં 4 કરોડ પાક્કા મકાન બનાવવાનું છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G) યોજના નો લાભ કોણ લઈ શકે છે ?
અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતિ
પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી (PMAY-U)
આ યોજના માં ભારત સરકારે આશરે 4,331 નગરો અને શહેરો રાખેલ છે .20 જાન્યુઆરી 2021 માં રોજ યોજાયેલા કેન્દ્રીય બેઠકમાં મંજૂરી અને દેખરેખ સમિતિ (CSMC) ની 52 મી બેઠક માં મંત્રાલયે જણાવ્યું હતું કે , પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ ભારત સરકાર દ્વારા 1.68 લાખ મકાનો બનાવમાં આવશે .
પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી (PMAY-U) ના ફાયદા અને વિશેષતા
• આ યોજના હેઠળ 4,041 શહેરો આવે છે.
•PMAY શહેરી યોજના વિશેષ વિસ્તાર વિકાસ સત્તા, શહેરી વિકાસ સત્તા અને સૂચિત આયોજનને પણ લાગુ પડે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G) યોજના નો લાભ કોણ લઈ શકે છે ?
લાભાર્થી પરિવારમાં પતિ, પત્ની , અપરણિત પુત્રો / અપરણિત પુત્રી નો સમાવેશ કરવામાં આવેલ છે. આ યોજના માં શહેરી લાભાર્થી મુખ્યત્વે EWS,LIG, અને MIG NO સમાવેશ થાય છે.જેમાં EWS NI વાર્ષિક આવક ₹ 3 લાખ છે .
FAQs
Q1. હું PMAY સ્ટેટસ ઓનલાઇન કેવી રીતે ચકાસી શકું?
Ans. પેહલા PMAY વેબસાઇટ મુલાકાત લો . અને મેનુમાંથી ‘Citizen assesment’ સિલેક્ટ કરો . ત્યારબાદ ‘ take your Assessment ‘ સ્ટેટસ પસંદ કરો. હવે સર્ચ વિકલ્પ પસંદ કરી તેમાં નામ, પિતાનું નામ, Id કાર્ડ . ત્યારબાદ તમારી વિગતો દાખલ કરો.અને તમારું સ્ટેટસ જોઈ સકો છો.
Q2. PMAY યોજના માં અરજી કરવાની છેલ્લી તારીખ શુ છે?
Ans. જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના માં ઓનલાઈન કે ઓફલાઇન મોડ માં અરજી કરવા ઇચ્છતા હોય તો તેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 સુધી મ અરજી કરી શકો છો.
Q3. PMAY યોજના માં સબસિડી કેવી રીતે જમણા થાય છે.?
ANS. જો તમે યોજના મળવા પાત્ર થય જાઓ ત્યારબાદ બેંક નેશનલ હાઉસિંગ બેંક પાસેથી PMAY સબસીડી લાભો મેળવશે. અને તે Conform થય ગય પસી જે બેંક દ્વારા વિનતી કરવામાં આવી હસે તે બેંક ને સબસિડી મળશે અને પસી તે બેંક તમારાં ખાતા માં લોન ફાળવશે.
Q4. PMAY યોજના માટે કોણ પાત્ર છે?
Ans. જે લોકો ની વાર્ષિક આવક INR 3 થી 18 લાખ વચ્ચે હોય તેવા પરિવારો પાત્રતા ધરાવશે.
Q5.પ્રધાનમંત્રી આવાસ યોજના હેલ્પલાઇન નંબર શું છે?
Ans. પ્રધાનમંત્રી આવાસ યોજના હેલ્પલાઇન નંબરો 011–23063620,011–23063567,011–23060484 અને 011–23061827
메타데이터
- post_id
- d4d8997b32ef
- slug
- pm-awas-yojana-પ્રધાનમંત્રી-આવાસ-યોજના-2024-d4d8997b32ef
- url
- https://medium.com/@gujaratvibes/pm-awas-yojana-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-2024-d4d8997b32ef
- canonical_url
- https://medium.com/@gujaratvibes/pm-awas-yojana-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-2024-d4d8997b32ef
- author_url
- https://medium.com/@gujaratvibes
- status
- ok
- fetched_at
- 2026-08-30 17:47:04