શું તમે સ્વાદને જાણો છો?
By LMHT Baroda1
શું તમે સ્વાદને જાણો છો?
By LMHT Baroda1
સાચું કહે છે, “ખોરાક એ જરૂરિયાત છે, પરંતુ smartly ખાવું એ કળા છે !” ખોરાક એ જીવનનું ઔષધ બની ગયું છે. તમે શું ખાઓ છો એની સીધી અસર તમારી હેલ્થ પર પડે છે.
આપણા ખોરાકના ૬ જુદા જુદા રસ હોય છે. ખારું, ગળ્યું, ખાટું, કડવું, તૂરું, તીખું. અને આમાંથી દરેક રસ જુદી જુદી વાનગીમાં મહત્વનો ભાગ ભજવે છે.
પણ જયારે આ બધા રસ ભળે તો ખાવાનું સમરસી બને છે. કોઈપણ એક રસ ઓછો હોય તો શરીરમાં તેની ખામી સર્જાય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણને કોઈ એક સ્વાદનો ખોરાક વધુ ભાવતો હોય છે, જેમકે ગળ્યું — ચોકલેટ, આઈસ્ક્રીમ વગેરે. અથવા તો ઘણાંને તીખું ખાવાનું ખુબ ભાવતું હોઈ શકે છે. દાદાશ્રી સાતમી કલમમાં કહે છે કે, “હે દાદા ભગવાન! મને કોઈપણ રસમાં લુબ્ધપણું ના કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી શક્તિ આપો.” આવી શક્તિ માંગવાથી ધીરે ધીરે આપણે દરેક સ્વાદનો ખોરાક ખાવાની શક્તિ ઉત્પન્ન થાય છે. જેનાથી આપણો કોઈ એક સ્વાદ તરફનો ઢોળાવ ઘટે છે, જે આપણને અનહેલ્ધી હેબીટમાંથી બચાવે છે.
બાળકોને આ સમરસી ખોરાકનું મહત્વ સમજાવવા ફોટોગ્રાફીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિકના DIY પ્રોજેક્ટમાં તેઓએ જયારે પણ તેઓ જમે ત્યારે તેમની થાળીમાં કેટલા રસ આવે છે તે જોવાનું હતું અને વાનગીઓના ફોટોઝ લેવાના હતા. અને જો કોઈ રસ missing હોય તો તેને પોતાના ખોરાકમાં એડ કરવાનો ટ્રાય કરવાનો હતો !


Pearl Shah and Zia Goswami


Sreyanshi Rohit and SuhanChauhan


Aashvi Soni and Hemangi Makwana


Yug Thakur and Kanishka Desai


Manya Prajapati and Prisha Patel


Shikha Ajmeri and Margi Shah


Griva Patel and Riddhi Jadav


Rutvi Shah and Mohit Patel


Shyama Atara and Shailee Patel and Hasya Patel


Kshitij Sanghani and Anjali Panchal
આ માસ્ટરક્લાસમાં તેઓએ જાણ્યું કે, લાઈટ એ ફૂડ ફોટોગ્રાફીમાં એક મહત્વનો ભાગ ભજવે છે. વાનગીને નેચરલ લાઈટ અને પ્લેટની વચ્ચે રાખવાથી ખોરાક ફ્રેશ લાગે છે તેમજ તેના કલર વધારે સરસ રીતે ઉઠી આવે છે, એની સાથે સાથે ફૂડની આજુ બાજુની જગ્યા ચોખ્ખી રાખવી તેમજ કેવા પ્રકારની પ્લેટમાં ખોરાક સજાવવો તે પણ તેઓ સમજ્યા હતા!
એની સાથે તેઓએ બનાવ્યો હતો સમરસી જ્યુસ ! જેમાં હતા ખોરાકના ૬ રસની મિશ્રણ! અને એની સાથે બનાવી હતી હેલ્ધી કોર્ન ભેળ. જે જોતા જ ખાવાનું મન થઇ જાય એવા ફોટોઝ અહિયાં એડ કર્યા છે!

Shailee Patel and Hasya Patel


Zia Goswami
બસ આજ ટેસ્ટી રીતે બાળકોના ફોટોગ્રાફીના માસ્ટરક્લાસ એના અંત સુધી આવી ગયો છે.
메타데이터
- post_id
- d9cdabfed2a1
- slug
- શું-તમે-સ્વાદને-જાણો-છો-d9cdabfed2a1
- url
- https://medium.com/@lmhtbarodateam/%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%A4%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%9B%E0%AB%8B-d9cdabfed2a1
- canonical_url
- https://medium.com/@lmhtbarodateam/%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%A4%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%9B%E0%AB%8B-d9cdabfed2a1
- author_url
- https://medium.com/@lmhtbarodateam
- status
- ok
- fetched_at
- 2026-07-07 23:16:40